લિબીયામાં આતંકવાદીઓની ચુંગલમાંથી 7 ભારતીયોનો આખરે છૂટકારો, ગત મહિને કર્યા હતા કિડનેપ
ઉત્તર આફ્રિકી દેશ લિબીયા (Libya)માં અપહરણ કરાયેલા 7 ભારતીયોનો આખરે છૂટકારો થયો છે. ટ્યૂનિશિયામાં ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે આ અંગે જાણકારી આપી. આતંકવાદીઓએ ગત મહિને સાત ભારતીયોનું અપહરણ કર્યું હતું. અપહ્રત ભારતીયો ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે.
ટ્યૂનિસ (ટ્યૂનિશિયા): ઉત્તર આફ્રિકી દેશ લિબીયા (Libya)માં અપહરણ કરાયેલા 7 ભારતીયોનો આખરે છૂટકારો થયો છે. ટ્યૂનિશિયામાં ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે આ અંગે જાણકારી આપી. આતંકવાદીઓએ ગત મહિને સાત ભારતીયોનું અપહરણ કર્યું હતું. અપહ્રત ભારતીયો ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે.
કોરોના વાયરસ વિશે ઉ.કોરિયાના તાનાશાહનો વિચિત્ર દાવો, ચીનની પણ આંખો થઈ પહોળી
આ ભારતીયોનું અપહરણ ગત મહિને 14 સપ્ટેમ્બરના રોજ લિબીયાના અસ્સહવેરિફ વિસ્તારમાંથી કરાયું હતું. આ ભારતીયો ભારત પાછા ફરવા માટે ત્રિપોલી એરપોર્ટ જઈ રહ્યા હતાં ત્યારે તેમનું અપહરણ કરી લેવાયું હતું. ભારતે ગુરુવારે કિડનેપિંગની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તમામને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
પોસ્ટર્સથી દાઝેલા ચીને ભારતને ધમકી આપી, આ 'મિત્ર' દેશે ડ્રેગનને આપ્યો જડબાતોડ જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અપહ્રત નાગરિકોની ભાળ મેળવવાની સાથે સાથે તેમને જલદી મુક્ત કરાવવા માટેના દરેક શક્ય પ્રયત્ન થઈ રહ્યા છે. તમામ નાગરિકો લિબીયામાં કન્સ્ટ્રક્શન એન્ડ ઓઈલ ફિલ્ડ સપ્લાય કંપનીમાં કામ કરતા હતાં.
વધુ એક વાયરસનું જોખમ!, આ દેશમાં હજારોની સંખ્યામાં ડુક્કરોની કત્લેઆમ, લોકોમાં ફફડાટ
અત્રે જણાવવાનું કે ભારત સરકાર તરફથી સપ્ટેમ્બર 2015માં નાગરિકોને સુરક્ષા દ્રષ્ટિથી લિબીયાની મુસાફરી કરવાથી બચવાની સલાહ અપાઈ હતી. મે 2016માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લિબીયાની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લગાવ્યો હતો. આ પ્રતિબંધ હજુ પણ ચાલુ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube